03 Nov 2010 @ 9:19 PM 
 

“પ્રિય…”

 

પ્રિય
મન ને વાચા ફૂટી
ચાલ થોડી વાત માંડુ
શું લખું ?

તારા વિષે ?
એકલા તારા પર લખી શકાય ?!!!
મારા વિષે ?
ફક્ત મારું કઈ કહી શકાય ?!!!

આપણાં વિષે ?
હા, હવે આ યોગ્ય રીતે આલેખી શકાય

તું કહે છે…
તને હું ગમું છું
કદાચ એથી વધુ… ખૂબ ગમું છું
પ્રિય
હું તો આવું નહિ કહી શકું !!!
કારણ…
મને આ જગ માં બહુ બધું ગમે છે
કેટલુક ખૂબ ગમે છે
પણ તું…
આ ગમા ના ભાવ કરતા ખૂબ “ઉપર”

માન્યું, અંતર ના ભાવો ને
પરિભાષિત કરવાની કળા
મને સાર્થક નથી
પણ પ્રિય
આપણી વચ્ચે શબ્દ-સેતુ ની જરૂર ખરી ?
હા, વાત આપણી છે
આપણે જ મેહસૂસ કરવાની છે

આ કલમ ડાયરી માં મન ઠાલવે છે
કાગળ ના પાના
નામ વિના ના જ ભરાઈ જાય છે

પ્રેમ ક્યાં નામ નો મોહતાજ છે ?

~ ખ્યાતિ


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 03 Nov 2010 @ 09 19 PM

EmailPermalink
 

Responses to this post » (One Total)

 
  1. varad savla says:

    waah…khyatiji…..shu vaat chhe !!!!!
    “prem kya naam no mohtaj chhe …”
    wonderfull lines……

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 41999
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.