



આજ તો કહી જ દઉં
હા મને તારી યાદ નથી જ
હોઈ પણ કેમ…?
યાદ કરવાનું કોઈ કારણ દઈ શકે ?
તું નથી તો શું…?
ચાંદ-સૂરજ કરમાઈ જશે ?
ફૂલો મુરજાઇ જશે ?
સાગર સુકાઈ જશે ?
રણ ભીંજાઈ જશે ?
વાયરો વિખેરાઈ જશે ?
જો ના…… તો કહે…
દિવસો છે અજવાળિયાના
તો મારી ભીતર અમાસ કેમ ?
હા મને તારી યાદ નથી જ
ભૂલવા ને કોઈ કારણ દઈ શકે ?
~ ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 