પ્રિય…

September 20th, 2011 by Khyati Shah Leave a reply »

પ્રિય
જયારે જયારે
કો’ અંધકાર મને ઘેરી વળે
તું આવી જાય છે
તારો ઉજાસ લઈને
મને ઉજાળવા

તું
દૂર રહી
સતત રહે છે સંગાથે
મારી રાતો ને
દીપાવી જાય છે

પ્રિય
તારા વિનાની પળ
ઘનઘોર અમાસ બની
મને ગળી જાય છે

હવે કહે….
પ્રિય
તને મારો ચાંદ કહું તો ?

~ખ્યાતિ
 


Leave a Reply


2011  |  A Rediff.com India Ltd. Site.