rediff.com

રીત

September 21st, 2011 by Khyati Shah Leave a reply »

સોણલું સપનું ‘કો વાવી તો જો
આંખ માં આકાશ ઉગાડી તો જો

ઈશ પણ ઈચ્છે સઘળું દેવા તને
એકવાર મન નું તું માગી તો જો

માન્યું જફાઓ અનેક છે જીંદગીમાં
એકવાર જીવનને તું ચાહી તો જો

શાને લડે છે આમ તું જાત સાથે ?
એકવાર સહજ થઇ વહી તો જો

“દીલુ” દર્દ-ગાથા માં રસ કોને પડશે ?
એકવાર દિલ થી સ્મિત રેલાવી તો જો

~ખ્યાતિ

Advertisement

Leave a Reply

You must be logged in to post a comment.
Copyright © 2014 Rediff.com India Limited. All rights Reserved.  
Terms of Use  |   Disclaimer  |   Feedback  |   Advertise with us