Archive for October 8th, 2011

અધૂરા એટલા મધુરા…

October 8th, 2011

અધૂરા એટલા મધુરા…
વિરહની તડપ માં આપણે જીવંત રહીશું 
એ વીતી પળ મન માં મમળાવીશું
ફરી ક્યારેક મળવાની આસ માં જુરતા
આયખું આખું હસતા જીવી જઈશું
તડપ, અધુરપ, મુંજારો, આંસુ
ક્યાંક ઊંડે ઉતરતા જતા એ પ્રેમ ના ટહુકા
સાંભળવા
હું સતત મારા કાન સરવા રાખીશ
ને એમ હું સતત તારા માં ને તું મારા જીવીશ

~ખ્યાતિ

2011  |  A Rediff.com India Ltd. Site.