પ્રેમ એટલે…

June 4th, 2012 by Khyati Shah Leave a reply »

“પ્રિય 

કહે ને…
પ્રેમ એટલે શું ?”

તું 
પ્રેમ વિષે મજ્જા ની કવિતા રચે 
કવિ ખરો ને…!

હું
મીઠ્ઠું મલકી કહું…
“વાહ”

તું – 
“ચલ, હવે તારો ટર્ન…”

હું 
હળવેકથી તારા ચશ્માં ઉતારી 
તારી આંખોમાં આંખ પરોવી 
જરા મલકાઈ લઉં… ;-) 

~ખ્યાતિ 



Leave a Reply


2011  |  A Rediff.com India Ltd. Site.