16 Mar 2012 @ 12:39 PM 

તું –
“You Know I Love You”

હું –
“Oh ! Really ?!!!”

ટાગોર, ર.પા., મરીઝ, ઘાયલ,
ફરાઝ, દુષીયંતકુમાર, 
ને બીજા કંઈ કેટલાય 
કવિઓ ની ઉત્કૃષ્ટ કૃતિઓ 
હું વાંચી જાણું છું.
પણ
તારા ચશ્માં પાછળ 
છુપાયેલ આંખોમાં છલકતો પ્રેમ 
હું ન વાંચી શકી !!!

How illiterate I m…!!!

~ખ્યાતિ ♥ ♥

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 16 Mar 2012 @ 12 39 PM

EmailPermalinkComments (1)
 03 Mar 2012 @ 3:04 PM 

શૂન્ય ક્યાં કદી થઇ શકાય છે !

ભીતર સતત કંઈ કેટલુય ઘુંટાય છે !

એ વાત અલગ છે હું કાન ધરતી નથી 

બાકી મન બોલકણું બધુંય કહી જાય છે !



~ખ્યાતિ ♥
Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 03 Mar 2012 @ 03 04 PM

EmailPermalinkComments (0)
 03 Mar 2012 @ 3:02 PM 

તું –


“કેમ છે ?”

હું –

“મજામાં :)

આવી કંઈ કેટલીય ઔપચારિકતા 

આપણાં વચ્ચે 


પણ 

જયારે…. 

ચશ્માં પાછળથી 

તારી આંખો મૂંગું બોલે 

ત્યારે….

હું ખરા અર્થે મજામાં feel કરું છું :)

~ખ્યાતિ ♥

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 03 Mar 2012 @ 03 02 PM

EmailPermalinkComments (0)
 03 Mar 2012 @ 2:57 PM 
 

-♥-

 

હૈયે ફરી ફરી એક નામ ઘુટું


આમ હું પ્રેમ નો કલમા પઢું 


~ખ્યાતિ ♥
Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 03 Mar 2012 @ 02 57 PM

EmailPermalinkComments (0)
 03 Mar 2012 @ 2:56 PM 

કેમ કહી શકે એ સમયે ભાષા નહોતી ?


આ આંખો સ્પર્શ તો સદા બોલકા જ…..!!!


~ખ્યાતિ ♥
Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 03 Mar 2012 @ 02 56 PM

EmailPermalinkComments (0)
 03 Mar 2012 @ 2:52 PM 
તું કહે છે –

હું એક વાત કહું …..

મારી પાસે તો હતી હર એક પળની વાત……

કંઈ કેટલીય વાતો ની ભરમાર……..

હવે આમાંથી એક……. ફક્ત એક વાત 

કેમ કહી શકું…….?


પ્રિય……… 

ચાલ હું મૌન રહું…….. 

ને તું સાંભળી લે……. 

ધબકારે ધબકારે વહેતી…… 

મારા દિલની હર એક વાત……..


~ખ્યાતિ ♥

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 03 Mar 2012 @ 02 52 PM

EmailPermalinkComments (0)
 23 Feb 2012 @ 11:22 PM 

.


થાક એટલે….
આપણી વચ્ચે કલાકો વાત થાય 
તું કહેતો રહે 
હું સંભાળતી રહું 
ને છતાં 
તું કહેવાની વાત કહે જ નહીં 
ને મારી તરસ એમ ની એમ….
તારી આંખોના ઊંડાણમાં ઉતરી સમજવા મથું 
પણ તું નજર ફેરવી દે…!
ને હું શું સમજુ ને શું નહીં….!!
એક અવઢવ માં જુરું…


~ખ્યાતિ <3

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 23 Feb 2012 @ 11 22 PM

EmailPermalinkComments (1)
 15 Jan 2012 @ 5:57 PM 

ઉફ્ફ્ફ કિનારે કિનારે તરવાની વાત હતી
ને આ તો તારી આંખો માં ડૂબી જવાયું !!!

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 57 PM

EmailPermalinkComments (1)
 15 Jan 2012 @ 5:56 PM 
 

{ - }

 

હવે જરા હાશ કરું
“હું”કાર ત્યજી નિરાકાર થવા પ્રયાસ તો કરું
ભવના ભાર મૂકી “હાશ”કાર માટે પ્રવાસ કરું 

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 56 PM

EmailPermalinkComments (1)
 15 Jan 2012 @ 5:54 PM 
 

(^-^)

 

તારા મળવાની ક્ષણ કેમ વિસરાય !!!
શ્વાસ માં તે ‘દિ તો સુગંધ ભળી’તી !!!

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 54 PM

EmailPermalinkComments (1)
\/ More Options ...
Change Theme...
  • Users » 43284
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.