19 Aug 2009 @ 8:09 AM 

હું ઈશ્વરનો સેવક
ઍક દિ’ નીકળ્યો સંસરદર્શને ઈશ્વર સાથે

મેં જોયું…
માતાની ગોદ - મમતાના સાગરમાં મહાલતું
ને પિતાના અખૂટ પ્રેમ માં ઉછરતું બાળક
જોઈ મન લલચાયું
કર્યા તપ ને ઈશ્વર ની સેવા
ને પ્રસન્ન થઈ પ્રભુ કહે માગ ઍક વરદાન

આનંદ વિભોર હું બોલી ઉઠ્યો…
“માતા-પિતા ને આપતજનો ના લાડ-કોડ માં
સ્ત્રી અવતારે મારે સંસાર સુખ ભોગવવું છે.”

માર્મિક હાસ્ય વેરાવતા ઈશ્વરે કહ્યું…
“પણ…
કરું હું નિર્દેશ ને આપીશ આદેશ
પૂર્ણ કરવાનું રહેશે ઍ કાર્ય તારે.”

મેં કહ્યું…
“હું દાસ આપનો કરીશ પાલન આદેશનો
લાગી છે માયા સંસારની
પ્રભુ મને આપો માનવ અવતાર.”

ફરી ઈશ્વર કહે…
“જો, સંસાર છે ઍક મોહ-માયા થી મધહોશ નગરી
ત્યજવું પડશે ઍક ‘દિ ઍ બધું ને ઍ દેહ પણ.”

હું કરગર્યો…
“કહેશો ત્યારે ત્યજી દઇશ ઍ સંસાર ને દેહ પણ
ને ફરી હું દાસ આપનો કરીશ ચાકરી આપની.”

ને પ્રસન્ન ઈશ્વરે કહ્યું..
“તથાસ્તુ.”
__________________________khyati…

Tags Categories: Personal Posted By: Khyati Shah
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (24)
\/ More Options ...
Change Theme...
  • Users » 43284
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.