31 May 2008 @ 9:08 AM 

રોઈ ને આંસુ ખર્ચી નાખ્યા….
કોરી આ આંખો નુ શુ ?
સ્મરણો ખૂંચે છે હવે,
સ્મરણો પીડે છે હવે……
તારી આ સોગાતો નુ શુ ?
રસ્તા બદલાયા ને,
રાહી બદલાયા પણ…
આપણી નાનકડી કેડી નુ શુ ?

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 01 10 PM

EmailPermalinkComments (4)
 31 May 2008 @ 8:20 AM 

જાણે મારો હાથ થામિ ,દોરી રહી છે જિંદગી,
ક્યારેક લાગે છે નથી પોષતી …….
પણ મને પી રહી છે જિંદગી..
આપેલી હર ક્ષણો ને,
હર ક્ષણ પાછિ લઈ લે છે.
નથી મૃત્યુ નજીક આવતુ પણ…
ઍના તરફ ખુદ હડસેલી રહી છે જિંદગી….
ઍમ તો અકળ પડો મા વિટળાયેલિ રહે છે,
પણ ખુદ પોતાના પડ ઉકેલતી જાઇ છે જિંદગી……….

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 01 17 PM

EmailPermalinkComments (3)
 30 May 2008 @ 6:37 PM 

છે નિશા નો ઍવો દબદબો,

સૂરજ ને પણ ઍના માટે રસ્તો કરવો પડે છે………


કળાયુ જ્યા આગમન નિશા નુ,


ને રવિ ઍ ક્ષિતિજ ની વાટ પકડી……..

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 01 20 PM

EmailPermalinkComments (5)
 29 May 2008 @ 6:04 PM 

ચાતક ક્યા અનરાધાર માંગે છે?
માત્ર ઍક ટીપા ની ઍ આશ રાખે છે.
…….અપૂર્ણ

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 01 22 PM

EmailPermalinkComments (3)
 29 May 2008 @ 11:32 AM 

મૌસમ સાથે ના સરખાવો અમને,
અમારે પાનખર થઈ ખરવુ નથી……
ભલે સરખાવો વસંત સાથે,
પણ અમારે સમયાન્તરે બદલાવુ નથી.
…….અપૂર્ણ

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 01 29 PM

EmailPermalinkComments (5)
 29 May 2008 @ 9:22 AM 

ત્રિપદી:-
રસ્તે આગળ વધતા,
ઠોકરો લાગે છે વારેવારે……
કાળમીંઢ પત્થરો થઈ ને પથરાયા છે તારા સ્મરણો.

ત્રિપદી:-

હતુ શુ કારણ કે તારુ સ્મરણ આંખ થી ટપકી પડ્યુ?
ના શબ્દ થઈ શક્યુ બસ….
અવ્યક્ત થઈ કઈ કહેતુ રહ્યુ.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 29 May 2008 @ 10 05 AM

EmailPermalinkComments (6)
 29 May 2008 @ 8:22 AM 

ત્રિપદી:-
સાથ છોડાવિ આગળ જતા,
તેં તો રસ્તો આખો કાપી નાખ્યો….
અમે ઍક ડગલુ ભરવા મથી રહ્યા.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 29 May 2008 @ 08 29 AM

EmailPermalinkComments (1)
 28 May 2008 @ 10:48 PM 

આમ ભીન્જાવા નો ડર ના રાખો કે ,
અમને અનરાધાર વરસ્યા ની ટેવ.
ઉંઘ ને ક્યા હડ્સેલો,સપના ના ડર થી,
કદી સપના ને અપનાવિ જોજો,
કે અમને સપના મા વસવા ની ટેવ.
સ્મરણોનો બોજ તમને,ઘેલા બનાવશે.
આમ સ્મરણો ને સાચવી ના રાખો,
કે અમને સ્મરણો મા વસવા ની ટેવ.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 28 May 2008 @ 11 02 PM

EmailPermalinkComments (4)
 28 May 2008 @ 11:13 AM 

ચાલ જીવી લઈ ઍ,ઍક બીજા નો શ્વાસ બની ને.
મન નો બંધ છલકાયો છે,
ચાલ આજે વહી લઈ ઍ,
ઍક બીજા ના આંસુ મા ઓગળી ને.
મળી ભલે શક્યા નહી,
ચાલ નવી દુનિયા સજાવી ઍ,
ઍકમેક ની યાદો મા વસી ને.
નથી રહ્યુ અંતર હવે,
ચાલ આપણે ધબકી લઈ ઍ
ઍકમેક ની ધડકન બની ને……..

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (10)
 28 May 2008 @ 7:25 AM 

ત્રિપદી:-

ના કોઈ ની ગેરહાજરિ થી રુન્ધાતિ જિંદગી..
કોઈ ને કોઈ વિકલ્પ મા જિવાય જાય છે જિંદગી.
જિંદગી ને પોષે છે સૂર્ય, પણ ઍક દિપક થી ઍનિ ખોટ પુરી કરી લે છે જિંદગી………

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 24 Jun 2008 @ 06 25 PM

EmailPermalinkComments (7)
\/ More Options ...
Change Theme...
  • Users » 21686
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.