



દરિયો:-
કેટલારેતિ ના મહેલો ને,સમેટી ને બેઠો છે દરિયો.
ક્ષિતિજો મા કેટલાય સૂર્યો ને ગળિ ને બેઠો છે દરિયો.
ક્યારેક લાગે છે ઍ કોઈ સંત સો અલિપ્ત,
ક્યારેક ચંદ્ર ને મળવા બેબાકળો દરિયો.
ના માપિ શકાયો ઍને તળિયા થી,
જાણે કેટલિય ઉંડાઈઓ ને છુપાવિ ને બેઠો છે દરિયો.
ક્યારેક બાળક,ક્યારેક વયસ્ક સો,
જાણે કેટલાય રૂપ બદલતો દરિયો.
રચના:-મનીષા




ત્રિપદી:-
આમ જુઓ તો માત્ર ઍક પળ છે જિંદગી,
પણ પળ ને સમજવા મા જાય છે સદીઓ,
નથી સીધી, છે ઘણી અકળ જિંદગી.,,,
રચના:-મનીષા




ત્રિપદી:-
ઍમ ગઝલ બનતી ગઈ,
વહેતી હતી જે યાદો તારી…બસ
શબ્દ થઈ ઝરતી રહી.
રચના:-મનીષા




“શબ્દ”
શબ્દ અસહાય છે…..
તારા વિરહ ની વેદના ઉલેચવા શબ્દ પર્યાપ્ત નથી…
તારી યાદ મા ખરેલા આસુ ને વર્ણવવા શબ્દ લાચાર છે…
હ્રદય મા શ્વસતા તારા અહ્સાસ ને કહી શક્વા આ શબ્દ અસહાય છે…
તારા વિચાર થી ધબકી ઉઠતા મારા ઉર ની ,
હાલત વરણવવા આ શબ્દ લાચાર છે…..
છે શબ્દ નિરર્થક છતા છે માધ્યમ તને મળવા નુ,
હોય નહી શબ્દ આપણિ વચ્ચે તો…હૂ નિસહાય છુ.
રચના:-મનીષા




ત્રિપદી:-
હતી અમારિ જિંદગી પણ ખૂબસૂરત,
પણ હવે ઍના પર ઠોકરો ના પ્રહાર થયા છે
અને તારી યાદો ના ઉઝરડા રહ્યા છે…..
રચના:-મનીષા




ત્રિપદી:-
મન ને ફંફોસવા અમે જરા,ભીતર ગયા,
બીજુ તો વધુ કાઇ ના જડ્યુ,
તારી સ્મૃતિ ઑ નો કાટમાળ ભરાયો હતો……..
રચના:-મનીષા




ત્રિપદી:-
યાદો ને પણ છે ઋતુ ઑ ના રૂપ,
આજે છે યાદો ની ભરપુર લીલોતરી,
કાલે પાનખર નુ પાન બની ખરી જાશે.
રચના:-મનીષા


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 