



ત્રિપદી :-
કોઈ પગલા સચવાયા,કોઈ ભુસાયા,
આતો સ્મરણો ની સડક હતી….
નિત નવા પગલા અંકાયા.
રચના:- મનીષા




ત્રિપદી :-
હતુ શુ કારણ કે પાન ખરી પડ્યુ?
ડાળી ઍ સ્નેહ છોડ્યો,
અને કુંપળો ની કુમાશ પણ અસહ્ય બની..
રચના:-મનીષા




કિર્તન તરફ થી કિર્તન ની રચના:-
હ્રદય મા આવે વસંત ઋતુ જ્યારે,
ચો તરફ પ્રેમ ને પ્રેમજ દેખાય ત્યારે.
જોઈ ને નીસર્ગ ની અદભૂત રચના,
લાગે છે ઍ પણ પ્રેમ કરે છે અત્યારે.
હ્રદય મા આવે વસંત ઋતુ જ્યારે…………
રચના:-કિર્તન




તને મળવા વ્યાકુળ થયુ,
રૉમ રૉમ મા ઍક ચાતક બેઠુ છે.
ઉપર થી ,નિર્દય ઍવુ ,
ઘાતક ચોમાસુ બેઠુ છે.
છે દિશાહિન,પણ વહી રહ્યુ,
ભીતર ઍક ઝરણુ ફુટ્યુ છે.
કોઈ ભિનાશ પ્રગટી અને રણ મા,
હરિયાળુ વન ફેલાયુ છે.
રચના:-મનીષા




તને શુ આપુ?
સંબંધો થી ક્ષીણ થયા,
કોઈ નવો સંબંધ તને શુ આપુ?
મન મા શુન્યાવકાશ ભરી ને બેઠા છિયે,
કોઈ નવુ આકાશ તને શુ આપુ?
ખુદ ના ડગલાઑ ને શોધી રહ્યા,
કોઈ નવી ડગર તને શુ આપુ?
સંબંધો થી ઉઝરડાયેલો ઍ હાથ છે,
તને ઍ હાથ હુ શેં આપુ?
રચના:-મનીષા




ચોધાર કદી ઍ વરસી પડશે,
આંખો મા ચોમાસુ ઘેરાયુ છે.
ચોપાસ કઇક ભિનુ થશે,
આંખો મા ચોમાસુ ઘેરાયુ છે.
વધી ગયો સ્મરણો નો ભાર હવે,
નથી વરસ્યા વિણ કોઈ આર હવે.
આંખો થી કદી દડી પડશે,
આંખો મા ચોમાસુ ઘેરાયુ છે.
અપૂર્ણ…….
રચના:-મનીષા




સંબંધો:-
ક્યાક સંબંધો ને પામવા મા જિંદગી વહી જાય છે,
જ્યારે ક્યાક ક્ષણ મા સંબંધ ધબકી જાય છે.
ઍક રસ્તા ને ઑળન્ગવા,રઝળપાટ કરી નિરંતર,
ક્યારેક ઍજ રસ્તા ને ઍક ડગલુ ટાપી જાય છે…
રચના:-મનીષા




ત્રિપદી:-
વિચારો જ્યા બદલ્યા,તારી દૂરી ભૂલાય ગઈ,
અહી રાત ફેલાય છે તો…
ઍના શહેર મા પણ રાત ઉતરી હશે…
રચના:-મનીષા




ત્રિપદી:-
આ જિંદગી ની કેવી વક્રતા છે?
ક્યાક જીવવા ઍક ક્ષણ પણ ખટકી….,
તો ક્યાક જીવવા સદીઓ ઑછિ પડી..
રચના:-મનીષા




છે લહેરાતો વ્હાલ નો સમંદર મારા માટે,
જ્યાં તરુ છુ હૂ બેફીકર થઈ
ઍક અજબ સલામતી વચ્ચે.
છે ઍક સેતુ મારા માટે,
જેના પર થી દુનિયામા કદમ મે રાખ્યા.
જોડે છે મને જગ સાથે ઍ સેતુ.
ઍમની ઍક આંગળી ઍ લાગે છે મને
દુનિયા પરિચિત.
ઍનાથિ વિખુટી થઈ હૂ ખોવાય જાઉ કદાચિત.
જ્યા સુધી ઍમની નજરો નુ સામ્રાજ્ય ફેલાયુ,
દુનિયા નો ઍ હિસ્સો મારૂ સલામત ઘર.
અડીખમ છે મારા માટે,
પણ મારા ઍક આંસુ ઍ દડદડ દડી પડે….
મારા પિતા……..
રચના:-મનીષા


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 