07 Jun 2008 @ 7:19 AM 

ત્રિપદી:-

ક્યા શરમ થી ઝૂકી છે નજરો?

નથી પલકો ઉઠિ શકતી,આતો
તારી અપલક જોતી નજરો નો ભાર છે.
રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 12 03 PM

EmailPermalinkComments (3)
 06 Jun 2008 @ 3:31 PM 

આજ ભીંજાય લવ,(ઉ)
તારી નજરો થી વરસતા મેહ મા,
ક્યાક તણાઇ જાઉ,
તારા વહી રહેલા નેહ મા….

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 12 05 PM

EmailPermalinkComments (4)
 05 Jun 2008 @ 9:00 AM 

તારા સપના નો ભાર લઈ ને જાગી સવાર,
આંખો મા ખારાશ લઈ ને ઉઘડી સવાર.
તારા પગરવ ને અણસારવા જાગ્યા કર્યુ….
તારા જવા નો ભાર લઈ ને આવી સવાર.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 12 28 PM

EmailPermalinkComments (5)
 05 Jun 2008 @ 8:50 AM 

ત્રિપદી:-
પહાડ ને ભાર લાગ્યો કોઈ જાગેલી કુમાશ નો,
ના સહ્ય થયુ અને…..
ઝરણુ વહાવિ દીધુ.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 12 49 PM

EmailPermalinkComments (2)
 04 Jun 2008 @ 7:40 AM 

સાચુ તુ કહેજે..?

દૂર મુજ થી રહે છે,પણ ક્યારેક મારી દૂરી થી ,
મારી પાસે આવવા નુ મન નથી થતુ?
નથી નજર તારી હોતી મારા તરફ,
પણ મારી નજર ચુકાવિ ક્યારેક,
મને જોવા નુ મન તને નથી થતુ?
યાદ મને ના કર ઍવુ કહેતો રહે છે,
તારી યાદો મા મને લેવાનુ મન તને નથી થતુ?
સાથે ચાલતા પણ રહે છે અળગો અળગો,
મારી સંગ ચાલવા નુ મન તને નથી થતુ?

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 12 55 PM

EmailPermalinkComments (10)
 03 Jun 2008 @ 10:29 AM 

તુ મારી ભીતર નો સળવળતો શ્વાસ,
તુ મન ને ભિનાવતો,ભીનો ભીનો સ્પર્શ.
તુ યાદો થઈ ફેલાયો…
તુ સપનુ થઈ સચવાયો…
તારા નામ થી થઈ મારી હર પળ હરીયાળી,
તારા સ્પર્શ થી થઈ મારી હર પળ હુંફાળી..
તુ આકાશ થઈ ફેલાયો,
તુ ઉજાશ થઈ રેલાયો….
……

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jun 2008 @ 01 00 PM

EmailPermalinkComments (4)
\/ More Options ...
Change Theme...
  • Users » 42884
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.