27 Jul 2008 @ 11:07 AM 

તૂ વરસ્યો મેહ થઈ,
ક્યા ઍક હૂ ભિન્જાણિ…?
અવની તરબોળ થઈ,
ભૂમી પણ ભીંજાઈ,
ફોરમ ફેલાઇ ગઈ.
સરિતા પૂર્ણ થઈ.
ભાવનાઑ મ્હોરી ગઈ….
ક્યા ઍક હૂ ભિન્જાણિ…….?
તારા વરસ્યા થી …
ક્યા ઍક હૂ ભિન્જાણિ.

મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 27 Jul 2008 @ 11 14 AM

EmailPermalinkComments (6)
 27 Jul 2008 @ 10:59 AM 

ત્રિપદી:-
ઉછળતિ,અથડાતિ નદી ની અધિરતા,
સાગર મા ભળવા ની હતી વ્યાકુળતા.
બેખબર ને શુ કહેવુ કે નથી ઍના ઍક નો ઍ સાગર.

રચના:- મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (6)
 27 Jul 2008 @ 10:24 AM 

ત્રિપદી:-
પોતાના માટેજ આવ્યો રવિ,
મલકતી,મહેકતી ઍક કળી ખીલી.
હતી ક્યા ખબર ઍને અગણિત કળીઓ ખીલી હતી..

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (0)
 18 Jul 2008 @ 8:05 AM 

ત્રિપદી:-
માન્યુ કે સામે પૂરુ આકાશ છે,
ઉડવા માટે સ્વપ્ન ની ઉડાન છે.
પણ અમારિ પાંખો મા હકીકતો નો ભાર છે.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Jul 2008 @ 06 06 PM

EmailPermalinkComments (10)
 18 Jul 2008 @ 8:03 AM 

હતી ક્યા પ્રશ્નો માટે જગા?
જો બધુ સમજાતુ હોત તો,
હતી ક્યા સ્વપ્નો માટે જગા?
જો બધુ સાર્થક થતુ હોત તો.
હતી ક્યા આંસુ ઑ માટે જગા?
જો આ હ્રદય તડપ્યુ ના હોત તો…..

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (10)
 14 Jul 2008 @ 8:54 AM 

તારુ નગર મને સ્વજન લાગે છે,

તારુ નામ જોડાયેલુ છે ઍ દરેક મને મારૂ પ્રિયજન લાગે છે.
છે આજાણ્યી પણ પસાર થતી દરેક સડક ,
તારા ઘર તરફ ની સફર લાગે છે.
ભીડ ના દરેક ચહેરા મા તને શોધતા,
હવે ભીડ પણ મને કોઈ આપ્તજન લાગે છે.
શોધુ છુ તારો અણસાર હવા મા,
વહેતી હવા હવે તારા તરફ થી આવેલો કોઈ,
ઍહસાસ લાગે છે…….

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 14 Jul 2008 @ 09 02 AM

EmailPermalinkComments (8)
 14 Jul 2008 @ 8:21 AM 

સંબંધો:-

“ઍક છત કે તલે અજનબી હો જાતે હૈ રિશ્તે,
બિસ્તર પે ચાદરો સે ચૂપ હો જાતે હૈ રિશ્તે.
ઢુન્ઢે સે ભી ઈનમે ના,ગેહરાઇયા મીલે.
યે કૈસી ભીડ હૈ બસ યહા,
તન્હાઇયા મીલે………………”
છે ને સાચી વાત?
આજે ખરેખર માણસ સંબંધો પ્રત્યે ઉદાસિન થતો જાય છે.
સંબંધો,લાગણીઓ કરતા માણસ ની અગ્રિમતા હવે કઈ કે બીજી છે.
ભૌતિક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરવા મા ઍ પોતાની ભીતરી દુનિયા ને ભૂલી જાય છે.
અને સંબંધો મા ઍટલો ઠહેરાવ આવી ચૂક્યો હોય છે કે
જાણ થાય છે ત્યારે ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય છે.
જિંદગી ને સાચા અર્થ મા જિંદગી બનાવિ રાખવા ભીતર ની
ઉર્મિઓ ને જીવતી રાખવી પણ આવશ્યક છે.

-મનીષા

Tags Categories: Relationship Posted By: MANISHA
Last Edit: 14 Jul 2008 @ 09 01 AM

EmailPermalinkComments (17)
 14 Jul 2008 @ 8:08 AM 

ત્રિપદી:-
થયુ સ્મશાનવત હ્રદય ઍક તારા જવા થી,
ભેંકાર ચુપકીદી ચોતરફ છે,
અને યાદો ની રાખ શ્વાસ રૂંધે છે.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 14 Jul 2008 @ 09 10 AM

EmailPermalinkComments (3)
 11 Jul 2008 @ 5:51 PM 

સરી રહ્યુ તુ તારી આંખો થી કોઈ સ્વપ્ન,

ત્યારે આંખો થી મે શુ કહ્યુ હતુ…….?
તારા સ્વપ્ન ને ભરી હથેળી મા,
ઍને ખુદ ના સ્વપ્ન મા ભર્યુ હતુ………


મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 11 Jul 2008 @ 05 57 PM

EmailPermalinkComments (9)
 11 Jul 2008 @ 9:47 AM 

ત્રિપદી:-
નભે થી વહી રહી જે ધાર છે,
બીજુ કઈ નથી ઍ ,
ઍ તો વાદળે અનુભવેલી ભિનાશ નો ભાર છે.
રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (6)
\/ More Options ...
Change Theme...
  • Users » 21513
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.