11 Jul 2008 @ 8:57 AM 

ખોઇ બેઠા કુમાશ ને,ખોઇ બેઠા નમણાશ ને,
રંગત તો ઉધાર લઇ લીધી,
ક્યાથી લાવશો સુવાસ ને?
તાજગિ ક્યા છે સ્પર્શ ની?
અને ક્યા ઝિલશો ઝાન્ખળ ની ભિનાશ ને?
(કાગળ ના ફુલ)
રચના :-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 11 Jul 2008 @ 09 14 AM

EmailPermalinkComments (6)
 10 Jul 2008 @ 5:04 PM 

સંબંધો :-
કુદરતે જેટલો વિરોધાભાસ સંબંધો મા સર્જ્યો છે,
કદાચ બીજી કોઈ બાબત મા જોવા નહી મળે.
ક્યારેક કોઈ સંબંધ નજીક હોવા છતા માઈલો દૂર લાગે છે.
જ્યારે કોઈ સંબંધ હ્રદય ને ઍટલો નજીક લાગે છે કે,
માઇલો નુ અંતર પણ નગણ્ય બની જાય છે.
કેટલાક સંબંધો ને નામ પ્રાપ્ય હોય છે,
પણમાત્ર નામ નાજ હોય છે.
જ્યારે કેટલાક સંબંધ નામ વગર પણ
કેટલાય સંબંધો ને નીભાવી જાય છે.
જ્યા હ્રદય દુનિયા ભર નુ સુકુન પામે,
પોતાની ભાવનાઑ ને બેધડક,અચકાટ વગર વ્યક્ત કરી શકે,
જ્યા શબ્દો થી કામ નથી થતુ પણ સમજ્વા માટે ઍક નજર જ પૂરતી હોય છે,
જ્યા ઍક નુ દરદ બીજા ની આંખો માથી વહેતુ હોય,
ઍવા સંબંધ શુ કોઈ નામ કે કોઈ ની સ્વીકૃતી ના મોહતાજ કહેવાય ખરા?

મનીષા

Tags Categories: Relationship Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (13)
 06 Jul 2008 @ 10:07 AM 

સુપ્રભાત:-
રવિ નો સંગ ઝંખતી ધરા ને,
ઍના સોનેરી રંગે રંગવા,
ઍનિ ઘેરાયેલી આંખો ને ખોલવા,
ઍ રવિ આવ્યો.
ઍના સ્પર્શ ની તાજગિ
ફુલ બની ને મ્હોરી,
પંખી નો કલરવ બની ને ગુંજી,
ઝરણા નુ હાસ્ય બની ને વહી,

રચના:-મનીષા
antrang.rediffiland.com

(kem chho?aa rachana sivay ni mari biji rachnao pan mara blog ma chhe,

aap nu protsahan khubj prerna aape chhe.thanks…..read my blog)

ANTRANG.REDIFFILAND.COM

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Aug 2008 @ 05 28 AM

EmailPermalinkComments (109)
 05 Jul 2008 @ 7:10 PM 

ત્રિપદી:-
જિંદગી છે વહ્યા કરે છે,
વળાંકો પર વહેતી રહેતી,ઢોળાવો પર ઢળ્યા કરે છે.
સડક જેવી પણ હોય,સડક સાથે સર્યા કરે છે.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (5)
 02 Jul 2008 @ 5:46 PM 

ત્રિપદી:-
તારી રાહ જોવા મા આંખો અમારી ચાતક બની,
પલ પલ ને દૂર હડસેલતા રહ્યા.
અને હર પલ અમને જાણે સદી જેવી લાગી…

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 04 Jul 2008 @ 10 00 PM

EmailPermalinkComments (5)
 01 Jul 2008 @ 10:25 AM 

સ્વપ્ન ખર્યા નો ક્યાક્ અવાજ થયો,
કે સુતેલી પાપણો નો ટકરાવ થયો?
વેરણ બની વરસી રહી તારી યાદો,
કે દઝાડતા ઝાન્ખળ છન્ટકાવ થયો.
વહેતી પવન કેરી લહેરખી હતી,
કે તારા સ્પર્શ નો ઍહસાસ થયો.
સ્વપ્ન ખર્યુ કોઈ,સ્વપ્ન ઑગળ્યુ કોઈ.
ઍટલેજ આંખો થી ઍનો વહાવ થાય.

રચના:મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (5)
\/ More Options ...
Change Theme...
  • Users » 43283
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.