



હર આશા અમને વહાલી છે,
કેમ કે એમા તારું મળવુ જીવંત છે.
પાનખર ભલે ને વિસ્તરતી…
તારા થી અમારી વસંત જીવંત છે.
(અપૂર્ણ)
-મનીષા




ત્રિપદી:-
સ્મરણોં ની છે ના કોઇ નિતીમત્ત,
ના થતી મોસમ ની જેમ એની અવરજવર,
થઇ સમય એતો સાથે ચાલ્યા કરે છે અવિરત…
રચના:-મનીષા




થઇ બેશબ્દ થઇ બોલી રહી છે ખામોશી,
ક્યારેક આંખો થી ફૂટી પડે છે ખામોશી.
સ્તબ્ધ નિરવતા ને તોડતી,
ક્યારેક પગરવ થી ખખડી ઊઠે છે ખામોશી.
એની છે આગવી ખૂદ ની વાણી,
બેરવ થઇ ક્યારેક બબડી ઊઠે છે ખામોશી. ..
રચના:-મનીષા




જીવી છે તારા પ્રણય માં ભિન્જાય ને ઍક પળ,
અમને સદીઓ ખોવા નો કોઈ વસવસો નથી.
તારા કદમો થી મિલાવી ને ચાલ્યા થોડા કદમ,
અમને દુનિયા છુટિ ગયા નો કોઈ વસવસો નથી.
તારા પ્રેમ ના બે શબ્દો વહાવ્યા,
હવે વાણી ખોવા નો કોઈ વસવસો નથી.
તારી ભિનાશ થી હ્રદય તરબોળ થયુ,
અમને દરિયો ખોવા નો કોઈ વસવસો નથી.
રચના-મનીષા




તારુ હેતાળ ખેંચાણ ખેંચે,
જાણે કોઈ ઋણાનુબંધ.
તારી હુંફાળ નજર ભીંજવે,
જાણે પ્યારુ નજરાનુબન્ધ
તારા શબ્દ જિવાડે,શબ્દ જ મારે.
જાણે ન્યારુ શબ્દાનુબંધ.
તારુ હેત બાંધે મૂજને,
જાણે જીવતર નુ પ્રેમાનુબંધ.
તારો સ્પર્શ મને પીગળાવે,
જાણે જોડતુ સ્પર્શાનુબંધ….
-મનીષા




છે પાનખર નુ સામ્રાજ્ય પણ કૂંપળ હજી ક્યાક ફૂંટે છે;
પથરાયા છે પાષાણ ચોપાસ,પણ ઝરણું હજી ક્યાંક ફૂંટે છે.
થઈ ક્ષતવિક્ષત હર ક્ષણો ઠોકરો થી;પણ હજી જિંદગી જીવે છે;
છે જિજીવિષા હજુ પણ ,
ભીતર હજી ત્રિશન્કુ સળવળે છે.
નીર સઘળુ નિચોવાઈ ગયુ;
ખારાશ નુ જ હવે નામ રહ્યુ;
છતા હજુ પણ ક્યાક થી ભિનાશ હજી તરવરે છે.
ઝરણું હજી ક્યાંક ફૂંટે છે……….
રચના:-મનીષા




દૂર ભલે ને થાવ,
મને મારે હવાલે તો કરતા જાવ…
હાથ ભલે ને છોડાવ્યો,
મને મારો શ્વાસ તો સોપતા જાવ…
પડછાયો થઈ ગયુ હતુ જે તમારો,
મને મારૂ અસ્તિત્વ તો સોપતા જાવ…
ભીતર થી સઘળુ સમેટી લીધુ,
મને મારૂ કઈક તો સોપતા જાવ…
રચના:- મનીષા




તમે કહ્યુ ના યાદ કર,
તમે યાદો થઈ આવ્યા તો હૂ શુ કરુ?
તમે કહ્યુ ના વાત કર,
તમે શબ્દો થઈ આવ્યા હુ શુ કરુ?
તમે કહ્યુ ના રાહ જો,
તમે રસ્તો થઈ આવ્યા હુ શુ કરુ?
તમે કહ્યુ ના
તમે આંસુ થઈ આવ્યા હુ શુ કરુ?
મનીષા




ત્રિપદી:-
ઉખડી ચૂકી છે જિંદગી તારા અસ્તિત્વ થી,
કપાય ચૂકી છે તારા સાથ ની ડાળ,
છતા નવપલ્લવિત થઈ અંકુરિત થતી રહી તારી યાદ…હંમેશા
રચના:-મનીષા




ત્રિપદી:-
હતી થોડા પ્રહર ની ઍ રાત,
વિચારિ અમે અંધકાર ને સ્વિકારી લીધો,
પણ થઈ સમય ઍતો વસી ગયો…
રચના:-મનીષા


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 