



કોણ?
આંખો જ્યારે છલકાઇ હતી,
સ્મિત થઈ રેલાવા આવ્યુ કોણ?
હ્રદય મા સુનકાર વ્યાપ્યો હતો,
ઍક નવો ખળભળાટ થઈ આવ્યુ કોણ?
તૂટી પડ્યુ હતુ અસ્તિત્વ જ્યારે,
ખભે હુફ્ નો હાથ થઈ ને સ્પર્શ્યુ ઍ કોણ?
કદમો લથડતા,ભટકતા રહ્યા,
રાહ પર દોરનાર આંગળી થઈ આવ્યુ ઍ કોણ?
તૂટેલી આશાઑ મા અટવાતુ હતુ મન જ્યારે,
આશા નો પુંજ થઈ ને આવ્યુ ઍ કોણ?
રચના:-મનીષા




ત્રિપદી:-
ભાગ્ય ક્રુર થયુ,
કઈક ચૂર થયુ,
આંખો મા આંસુ ઑ નુ પૂર થયુ.
રચના:-મનીષા




છે વસંત ની હેવાયી કોયલ ટહુકશે વસંતે,
છે વિરહી ઍ વસંત ની ,તો ટહુકશે વસંતે,
પણ…
ઍનિ ઍક નજર થી મારા રોમે રૉમ કાવ્ય ફુટે છે,
છે નથી ખબર આ કેવી અસર પણ શ્વાસે શ્વાસ મા કાવ્ય ફુટે છે…….




સુપ્રભાત:-
ગાઢ નિન્દ્રા મા પોઢેલી ધરતી ને ઝાન્ખળ છાન્ટણે જગાડી,
ખગરવે ઢંઢોળી,
ભિનાશ મા ઝબોળેલી લહેરખી પણ હારી….
થાકી ને નિશા પણ ચાલી..
પણ રવિ કિરણ ના મૃદુ સ્પર્શ થી અવની ઍ આંખો ખોલી….
સુપ્રભાત સઘળા મિત્રો ને
મનીષા


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 