



ત્રિપદી:-
શુ શબ્દ હવે ફૂટે?
નજરો માં હિમ છલકાયા છે.
થિજેલા સંબંધો ના અમે ગામ વસાવ્યા છે.
રચના:-મનીષા




ત્રિપદી:-
અંગતતા એ ઉઘાડ્યા ઘાવ,
બે અશ્રુ ની મળી સોગાત,
ઘાવ બન્યો દાહક એની ખારાશ થી.
રચના:-મનીષા




ધનવંતરી પણ કળી ના શકે એવું,
દરદ ભંડારી ને બેઠા છીએ.
કોઇ ની સડક ક્યાથી બનીએ?
ખુદ ની રાહ ભુલી ને બેઠા છીએ.
એક અશ્રુ નું કારણ ના પૂછો,
ભીતર પુરો દરિયો સમાવી ને બેઠા છીએ.
રચના:-મનીષા






તૂં નાહક ના મથ, પ્રિત શબ્દે સમજાય નહી,
એક આંસું માં ડૂબે એ, પણ દરિયે ભિંજાય નહીં.
તૂં નાહક ના મથ, પ્રિત ગ્રંથે સમજાય નહીં,
એક નજરે સમજાય એ, સો શબ્દે સમજાય નહીં.
તૂં નાહક ના મથ,પ્રિત નાતે બંધાય નહીં,
એક સ્મિતે બંધાય એ,ન પરાણે જકડાય એ.
તૂં નાહક ના મથ,પ્રિત વશ મા કરાય નહીં,
એતો પ્રિત થી બંધાઇ,એને પરવશ કરાય નહીં….
-રચના:-મનીષા




![]()
![]() ![]() ![]() બોઝીલ આ રાત કેવી નિર્દય બની છે? ના ક્ષણ એ ખસતી આઘી, અહર્નિશ જાણે વધતી જાતી. છે ચૂપકિદી ,ને તિમિર ભેંકાર, જાણે કરતી ભયાવહતા નો પ્રચાર. અરે કેવી આ ઘાતક રાત…..!!! હિમ સી દાહક,હિમ સી ઘાતક, જાણે હરપલ કતરતી દોધારી કરવત, હ્રદયે જન્માવતી એક ચીખ સી વાત, અરે કેવી આ મારક રાત…..!!! રચના:-મનીષા ![]()
![]() ![]() ![]() તમારા ઉદ્વેગ નું કારણ બનવા નુ અમને નહી પાલવે તો દૂર થઇ એ છીએ. -મનીષા ![]()
![]() ![]() ![]() એ પાયા નો પત્થર છે, ના ઇમારત ની શોભા બની શક્યો…..પણ.. રચના:મનીષા (મારા જીવન ને મઠારનાર મારા તમામ શિક્ષકો નુ ઋણ સ્વિકારુ છુ….) ![]()
![]() More Options ...![]()
![]()
Change Theme...
![]() |