.http://datastore.rediff.com/h5000-w5000/thumb/625765616C625C2A2D2E35/42ghrp67j4z91e37.D.0.83a54.gif


ત્રિપદી:-

પળે પળ ને બનાવે વેરણ એ તારું સ્મરણ છે,

તારા વિનાનું દરેક કદમ;

રણ મા ભૂલું પડેલું હરણ છે.


રચના:-મનીષા

Tags Tags: ,
Categories: Poetry
Posted By: MANISHA
Last Edit: 29 May 2010 @ 04 30 PM

EmailPermalinkComments (8)
 16 Sep 2009 @ 1:15 PM 


ત્રિપદી:-

ઊડ્યાં વિસામો છોડી શમણાં નાં પંથી,


ખાલી ડાળી ના ભાર ને સમેટતા,


વૃક્ષ નુ વલપવું કોણે દીઠું..???

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 16 Sep 2009 @ 01 26 PM

EmailPermalinkComments (10)
 17 Aug 2009 @ 6:12 PM 


ત્રિપદી:-

આભાસી અસ્તિત્વ છતાં


પહોચાડી દીધાં અમને રણ થી રસ્તા સુધી


મૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં.




રચના:- મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 18 Aug 2009 @ 01 40 AM

EmailPermalinkComments (16)
 20 Jun 2009 @ 3:08 PM 


શુન્યતા ના આવરણો માં હિબકે ચઢ્યો;

વિશ્વાસ મારો જ કેમ એરણે ચઢ્યો?

રઝળતી થઈ ગઈ સઘળી પળો;
સમેટવા પળો ને જિંદગી નો પનો કેમ ટૂંકો પડ્યો?

થઈ બિહામણી આવી ને ઊભે છે હર રાત;
નિંદર ને આંખ સાથે કયો અણબનાવ નડ્યો?

નથી સાથ દેતા મન ને ઉલેચવા;
શબ્દો ને પણ કયો વિસામો નડ્યો?

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 20 Jun 2009 @ 03 10 PM

EmailPermalinkComments (23)
 28 Dec 2008 @ 12:36 PM 


ત્રીપદી:-


વેદના ને વલૂરતાં,ઉઝરડાઈ ગઈ જીંદગી.


દર્દ ની ખાઈ ને પૂરવા માં,તરડાઈ ગઈ જીંદગી.


એક ડગલું જ અમે તો હજુ માંડ્યુંતું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?


-રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 10 59 PM

EmailPermalinkComments (30)
 08 Dec 2008 @ 2:14 PM 


ત્રિપદી:-


ચૂકવી છે અંગતતા ને ઉઘાડવા ની એવી કિંમત,


હ્રદયબંધ જ્યાં અમે તોડ્યાં,


થયું છિદ્ર નાનું પણ આખી દુનિયા પ્રવેશી ગઈ.


રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 00 PM

EmailPermalinkComments (32)
 08 Dec 2008 @ 2:01 PM 



ત્રિપદી:-

બની બાષ્પ વિખેરાયા,

થઈ ઝાંખળ સા આવ્યા સઘળા સંબંધો,

પોતાની રાહ સાથે લઈ આવ્યા સઘળા સંબંધો.

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 01 PM

EmailPermalinkComments (9)
 19 Nov 2008 @ 12:22 AM 

જીંદગી તને પમવા અવિરત દોડ્યા કર્યું,
તેં મૃગજળ થઈ ને મને છળ્યા કર્યું.
તું રસ્તો લઈ ને દોડતી રહી,
તારા પગલાં ગોતવા બળ્યા કર્યું.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 01 PM

EmailPermalinkComments (13)
 03 Oct 2008 @ 4:29 PM 


છે મૃગજળ ના સંગત ની એવી અસર…
જળ પર ભરોસો કરી શકુ એટલો સમય દે.

પરાયા ચહેરાઓ મા ખૂદ ને ખોઇ બેઠા,
ખુદ ને પણ ઓળખી શકિએ એટલો સમય દે.

આંસુઓ તો પી ગયા ,
હસવા નું યાદ કરી લઈએ એટલો સમય દે.

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 02 PM

EmailPermalinkComments (24)
 29 Sep 2008 @ 2:02 PM 

ત્રિપદી:-

શુ શબ્દ હવે ફૂટે?
નજરો માં હિમ છલકાયા છે.
થિજેલા સંબંધો ના અમે ગામ વસાવ્યા છે.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 02 PM

EmailPermalinkComments (13)
\/ More Options ...
Change Theme...
  • Users » 21570
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.