29 Sep 2008 @ 1:48 PM 

ત્રિપદી:-

અંગતતા એ ઉઘાડ્યા ઘાવ,
બે અશ્રુ ની મળી સોગાત,
ઘાવ બન્યો દાહક એની ખારાશ થી.
રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (1)
 29 Sep 2008 @ 1:45 PM 

ધનવંતરી પણ કળી ના શકે એવું,
દરદ ભંડારી ને બેઠા છીએ.
કોઇ ની સડક ક્યાથી બનીએ?
ખુદ ની રાહ ભુલી ને બેઠા છીએ.
એક અશ્રુ નું કારણ ના પૂછો,
ભીતર પુરો દરિયો સમાવી ને બેઠા છીએ.

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 29 Sep 2008 @ 02 00 PM

EmailPermalinkComments (10)
 14 Sep 2008 @ 12:34 AM 





તૂં નાહક ના મથ, પ્રિત શબ્દે સમજાય નહી,

એક આંસું માં ડૂબે , પણ દરિયે ભિંજાય નહીં.

તૂં નાહક ના મથ, પ્રિત ગ્રંથે સમજાય નહીં,

એક નજરે સમજાય , સો શબ્દે સમજાય નહીં.

તૂં નાહક ના મથ,પ્રિત નાતે બંધાય નહીં,

એક સ્મિતે બંધાય , પરાણે જકડાય .

તૂં નાહક ના મથ,પ્રિત વશ મા કરાય નહીં,

એતો પ્રિત થી બંધાઇ,એને પરવશ કરાય નહીં….




-રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (18)
 14 Sep 2008 @ 12:14 AM 

તૂં નાહક ના મથ, પ્રિત શબ્દે સમજાય નહી,

એક આંસું માં ડૂબે એ, પણ દરિયે ભિંજાય નહીં.

તૂં નાહક ના મથ, પ્રિત ગ્રંથે સમજાય નહીં,

એક નજરે સમજાય એ, સો શબ્દે સમજાય નહીં.

તૂં નાહક ના મથ,પ્રિત નાતે બંધાય નહીં,

એક સ્મિતે બંધાય એ,ન પરાણે જકડાય એ.

તૂં નાહક ના મથ,પ્રિત વશ મા કરાય નહીં,

એતો પ્રિત થી બંધાઇ,એને પરવશ કરાય નહીં….

-રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (5)
 14 Sep 2008 @ 12:12 AM 



Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (5)
 14 Sep 2008 @ 12:02 AM 

બોઝીલ આ રાત કેવી નિર્દય બની છે?

ના ક્ષણ એ ખસતી આઘી,

અહર્નિશ જાણે વધતી જાતી.

છે ચૂપકિદી ,ને તિમિર ભેંકાર,

જાણે કરતી ભયાવહતા નો પ્રચાર.

અરે કેવી આ ઘાતક રાત…..!!!

હિમ સી દાહક,હિમ સી ઘાતક,

જાણે હરપલ કતરતી દોધારી કરવત,

હ્રદયે જન્માવતી એક ચીખ સી વાત,

અરે કેવી આ મારક રાત…..!!!

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (3)
 09 Sep 2008 @ 3:45 PM 

તમારા ઉદ્વેગ નું કારણ બનવા નુ અમને નહી પાલવે તો દૂર થઇ એ છીએ.
તમારી આંખો ને ભીનાશ આપવા નું કારણ બનવા કરતાં, દૂર જઇએ છીએ.
તમારુ હાસ્ય રહે ચિરંતર,
તમારા માટે બંધન નું કારણ બનવા કરતાં, દૂર જ ઇએ છીએ.
છે મૂક્ત ગગન તમારા માટે,
એક નગુણું પીંજરું બનવા કરતાં,અમે દૂર જ ઇએ છીએ.
તમારૂં ખીલવું રહે અહર્નિશ,
તમારા કરમાવા નું કારણ બનવા કરતાં,અમે દૂર જઇએ છીએ….

-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 09 Sep 2008 @ 03 46 PM

EmailPermalinkComments (10)
 06 Sep 2008 @ 6:14 AM 

એ પાયા નો પત્થર છે, ના ઇમારત ની શોભા બની શક્યો…..પણ..
મન માં આશ્વસ્ત થઇ ને બેઠો છે ઇમારત ની મજબૂતાઇ માટે…..
ઉડાન માટે પૂરુ નભ ધરી દીધુ,
પોતે ઉભા ધરા રહી નિહાળે.
ઍક ઍવુ અડીખમ વ્રુક્ષ ,
ખગબાળ ને ઉડતા દેખી હરખાતુ.
ના બદલાતી ઍની દિશા કદી પણ,
ધ્રુવ સો અચળ રહી રાહ સુઝાડે….

રચના:મનીષા

(મારા જીવન ને મઠારનાર મારા તમામ શિક્ષકો નુ ઋણ સ્વિકારુ છુ….)

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (10)
 24 Aug 2008 @ 9:18 PM 

હર આશા અમને વહાલી છે,
કેમ કે એમા તારું મળવુ જીવંત છે.
પાનખર ભલે ને વિસ્તરતી…
તારા થી અમારી વસંત જીવંત છે.

(અપૂર્ણ)
-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 24 Aug 2008 @ 10 25 PM

EmailPermalinkComments (12)
 24 Aug 2008 @ 9:11 PM 

ત્રિપદી:-
સ્મરણોં ની છે ના કોઇ નિતીમત્ત,
ના થતી મોસમ ની જેમ એની અવરજવર,
થઇ સમય એતો સાથે ચાલ્યા કરે છે અવિરત…

રચના:-મનીષા

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (6)
\/ More Options ...

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.