08 Dec 2008 @ 2:14 PM 


ત્રિપદી:-


ચૂકવી છે અંગતતા ને ઉઘાડવા ની એવી કિંમત,


હ્રદયબંધ જ્યાં અમે તોડ્યાં,


થયું છિદ્ર નાનું પણ આખી દુનિયા પ્રવેશી ગઈ.


રચના:-મનીષા



Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 00 PM

EmailPermalinkComments (32)

 08 Dec 2008 @ 2:01 PM 



ત્રિપદી:-

બની બાષ્પ વિખેરાયા,

થઈ ઝાંખળ સા આવ્યા સઘળા સંબંધો,

પોતાની રાહ સાથે લઈ આવ્યા સઘળા સંબંધો.

રચના:-મનીષા



Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 01 PM

EmailPermalinkComments (9)

 19 Nov 2008 @ 12:22 AM 

જીંદગી તને પમવા અવિરત દોડ્યા કર્યું,
તેં મૃગજળ થઈ ને મને છળ્યા કર્યું.
તું રસ્તો લઈ ને દોડતી રહી,
તારા પગલાં ગોતવા બળ્યા કર્યું.

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 01 PM

EmailPermalinkComments (13)

 03 Oct 2008 @ 4:29 PM 


છે મૃગજળ ના સંગત ની એવી અસર…
જળ પર ભરોસો કરી શકુ એટલો સમય દે.

પરાયા ચહેરાઓ મા ખૂદ ને ખોઇ બેઠા,
ખુદ ને પણ ઓળખી શકિએ એટલો સમય દે.

આંસુઓ તો પી ગયા ,
હસવા નું યાદ કરી લઈએ એટલો સમય દે.

રચના:-મનીષા



Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 02 PM

EmailPermalinkComments (24)

 29 Sep 2008 @ 2:02 PM 

ત્રિપદી:-

શુ શબ્દ હવે ફૂટે?
નજરો માં હિમ છલકાયા છે.
થિજેલા સંબંધો ના અમે ગામ વસાવ્યા છે.

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 15 Aug 2009 @ 11 02 PM

EmailPermalinkComments (13)

 29 Sep 2008 @ 1:48 PM 

ત્રિપદી:-

અંગતતા એ ઉઘાડ્યા ઘાવ,
બે અશ્રુ ની મળી સોગાત,
ઘાવ બન્યો દાહક એની ખારાશ થી.
રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (1)

 29 Sep 2008 @ 1:45 PM 

ધનવંતરી પણ કળી ના શકે એવું,
દરદ ભંડારી ને બેઠા છીએ.
કોઇ ની સડક ક્યાથી બનીએ?
ખુદ ની રાહ ભુલી ને બેઠા છીએ.
એક અશ્રુ નું કારણ ના પૂછો,
ભીતર પુરો દરિયો સમાવી ને બેઠા છીએ.

રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 29 Sep 2008 @ 02 00 PM

EmailPermalinkComments (10)

 14 Sep 2008 @ 12:34 AM 





તૂં નાહક ના મથ, પ્રિત શબ્દે સમજાય નહી,

એક આંસું માં ડૂબે , પણ દરિયે ભિંજાય નહીં.

તૂં નાહક ના મથ, પ્રિત ગ્રંથે સમજાય નહીં,

એક નજરે સમજાય , સો શબ્દે સમજાય નહીં.

તૂં નાહક ના મથ,પ્રિત નાતે બંધાય નહીં,

એક સ્મિતે બંધાય , પરાણે જકડાય .

તૂં નાહક ના મથ,પ્રિત વશ મા કરાય નહીં,

એતો પ્રિત થી બંધાઇ,એને પરવશ કરાય નહીં….




-રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (18)

 14 Sep 2008 @ 12:14 AM 

તૂં નાહક ના મથ, પ્રિત શબ્દે સમજાય નહી,

એક આંસું માં ડૂબે એ, પણ દરિયે ભિંજાય નહીં.

તૂં નાહક ના મથ, પ્રિત ગ્રંથે સમજાય નહીં,

એક નજરે સમજાય એ, સો શબ્દે સમજાય નહીં.

તૂં નાહક ના મથ,પ્રિત નાતે બંધાય નહીં,

એક સ્મિતે બંધાય એ,ન પરાણે જકડાય એ.

તૂં નાહક ના મથ,પ્રિત વશ મા કરાય નહીં,

એતો પ્રિત થી બંધાઇ,એને પરવશ કરાય નહીં….

-રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (5)

 14 Sep 2008 @ 12:12 AM 











બોઝીલ રાત કેવી નિર્દય બની છે?

ના ક્ષણ ખસતી આઘી,

અહર્નિશ જાણે વધતી જાતી.

છે ચૂપકિદી ,ને તિમિર ભેંકાર,

જાણે કરતી ભયાવહતા નો પ્રચાર.

અરે કેવી ઘાતક રાત…..!!!

હિમ સી દાહક,હિમ સી ઘાતક,

જાણે હરપલ કતરતી દોધારી કરવત,

હ્રદયે જન્માવતી એક ચીખ સી વાત,

અરે કેવી મારક રાત…..!!!


રચના:-મનીષા


Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (5)




\/ More Options ...

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.