હોટેલમાં કોઈ ચા મંગાવે > અને > ચામાં માખી પડે તો શું > થાય . ? > (1) ચોખ્ખાઈનો આગ્રહી > બ્રિટિશર ચા પીધા વગર > ભરેલો કપ તરછોડીને જતો > રહે. > > (2)’કેર-ફ્રી‘ > સ્વભાવવાળો અમેરિકન > ચામાંથી માખી કાઢી ચા > પી જાય. > > (3) ‘ચાલુ‘ સ્વભાવવાળો > ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ > લઈને જતો રહે. > > (4) ‘ચિત્ર-વિચિત્ર‘ > ખાનારો ચીનો માખી > ઊપાડીને ખાઈ જાય. > આ સમયે એક ‘મહાન > વ્યક્તિ‘ ત્યાં હાજર > હોય તો એ શું કરે ખબર છે ? > એ ‘મહાન વ્યક્તિ‘ > બ્રિટિશર પાસેથી > તરછોડેલી ચાના પૈસા લે. > એણે તરછોડેલી ચા > અમેરિકનને વેચી દે, કપ > ઓસ્ટ્રેલિયનને વેચી > અને અને માખી ચીનાને > વેચી દે ! > બધાના પૈસા ખિસ્સામાં > મૂકી ઘર ભેગો થઈ જાય. આ > સોલિડ ગણતરીબાજ મહાન > વ્યક્તિ એટલે કોણ ખબર > છે ? આ અદ્દભુત, જોરદાર > મહાનુભાવ > એટલે ‘ગુજરાતી‘ ! આખી > દુનિયામાં ‘વર્લ્ડ > બેસ્ટ વેપારી‘નો જેને > એવોર્ડ મળેલો છે, તે છે ' > હું, તમે અને આપણે બધા ' > ‘ગુજરાતી‘, પણ આપણે > માત્ર વેપારી જ નથી > વેપારીથી પણ વિશેષ છીએ. > આપણો સ્વભાવ, આપણી આદતો, > આપણી ખાસિયતો આપણને > બીજાથી નોખાં અને જુદાં > બનાવે છે. તો ચાલો આપણે > ગુજરાતીઓ કેવા છીએ એની > ચર્ચા આજે એરણ ઉપર > ચઢાવીએ. આપણા ભારત > દેશનો નકશો જુઓ તો એમાં > પશ્ચિમ છેડે હસતાં > મોઢાના આકારવાળું > રાજ્ય દેખાશે. આ હસતું > મોઢું એટલે આપણું > ગુજરાત અને તેમાં વસતા > સાડા પાંચ કરોડ હસતાં > મોઢા એટલે આપણે > ગુજરાતી, પણ ગુજરાતીઓ > માત્ર ગુજરાતમાં જ વસે > છે તે માનવું ભૂલભરેલું > છે. ગુજરાતીઓ આખી > દુનિયામાં બધે જ > ફેલાયેલા છે અને બધી જ > જગ્યાએ ધંધો કરી ‘બે > પૈસા‘ કમાઈ રહ્યા છે. > વિશ્વપ્રવાસે > નીકળવાના શોખીન > ગુજરાતીઓમાનો કોઈ > સહારાનું રણ જોવા જાય > અને ત્યાં તેને ચાની > કીટલી ચલાવતો ગુજરાતી > મળી જાય તેવું બને ખરું > !! પેંગ્વિન કે સફેદ રીંછ > ઉપર રિસર્ચ કરતો > વૈજ્ઞાનિક > એન્ટાર્કટિકામાં જાય > ત્યારે ત્યાં તેને > આઈસ્ક્રીમ પાર્લર > ચલાવતો ગુજરાતી મળી જાય > એવું પણ બને. > મનીમાઈન્ડેડ > તરીકે જાણીતા > ગુજરાતીઓનો પૈસા > કમાવાનો ગાંડો શોખ > તેમને દુનિયામાં બધે જ > લઈ જાય છે (કાયદેસર કે > ગેરકાયદેસર !). તેમાંય > ફોરેન જવા માટે > ગુજરાતીઓનો સૌથી > ફેવરિટ દેશ > હોય તો અમેરિકા. જેમ > વૈજ્ઞાનિકોને મંગળ કે > ચંદ્ર પર જવાનું વળગણ > હોય છે તેમ ગુજરાતીઓને > કોઈ પણ રીતે અમેરિકા > વટી જવાનું વળગણ હોય છે. > ત્યાં જઈને ભલે ‘કંઈ > પણ‘ > કરવું પડે પણ તે માટે > તેઓ અહીંયા ‘કંઈ પણ‘ > કરવા તૈયાર હોય છે. > કેટલાક તો માણસમાંથી > ‘કબૂતર‘ બનવા તૈયાર > થઈ જાય છે. આ > ‘કબૂતરો‘નું અંતિમ > લક્ષ્ય ડૉલરનું ચણ > ચણવાનું > હોય છે. (કેમકે, એક ડૉલર > બરાબર પચ્ચાહ રૂપિયા > થાય ને ભઈ ?!!’) આને જ > રિલેટેડ આપણી એક બીજી > આદત પણ છે. આપણને આપણી > ગુજરાતી ભાષા કરતાં > અંગ્રેજી ભાષાનું > સોલિડ > વળગણ છે. યુ નો, આપણે બધા > સેન્ટેન્સમાં વિધાઉટ > એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ > ઘૂસાડી દઈએ છીએ. ગમે > તેવું ખોટું અને > વાહિયાત અંગ્રેજી > બોલનારાઓને આપણે બહુ > હોશિયાર ગણીએ છીએ. > ગુજરાતી સારું બોલતા ના > આવડતું હોય તો ચાલે પણ > બકવાસ અંગ્રેજી બોલતા > તો આવડવું જ જોઈએ તેવો > આપણને ભ્રમ પેસી ગયો છે. > બે-ચાર ગુજરાતીઓ ક્યાંક > ભેગા થાય તો તેમને > અંગ્રેજી > બોલવાનો એટેક આવે છે. > કેટલાક તો અંગ્રેજી > છાંટવાળું પહોળાં > ઉચ્ચારોવાળું ગુજરાતી > બોલતા હોય છે અને તેનો > ગર્વ અનુભવે છે. (ઓ કખે > ગાય્ઝ એન્ડ ગા લ્ઝ . > હું છું > ત..મા રો . દો સ્ત > ઍન્ડ હો..સ્ટ > વિનુ વાહિયાત . ઍન્ડ > તમે લિસન કરી રહ્યા છો . > રેડિયો ચારસો વીસ . > ઈ ટ સ રો કિં ગ ) આવી > રીતે ગુજરાતી > ભાષાના ‘સિસ્ટર > મેરેજ‘ કરવા બદલ > રેડિયો જોકીઓ અને ટીવી > પ્રોગ્રામના એન્કરોને > તો ખાસ શૌર્યચંદ્રક > આપવો જોઈએ. સરસ-મજાની > વિપુલ પ્રમાણમાં > શબ્દભંડોળ ધરાવતી આપણી > માતૃભાષા ગુજરાતીની > સૌથી વધુ અવગણના કરતાં > હોય તો તે આપણે પોતે જ > છીએ. (અંગ્રેજી > શીખવામાં કંઈ જ વાંધો > નથી, પણ ગુજરાતી ભાષાને > બગાડો એ ખોટું ને, ભઈ ?!) > પરદેશી, પરદેશી ભાષા > અને તેની સાથે પરદેશના > ખોરાકનું પણ > ગુજરાતીઓને અજબ-ગજબનું > વળગણ છે. આપણે ત્યાં જે > ચાઈનીઝ ખવાય છે તેવું > જો કોઈ પણ ચીનો ચાખી લે > તો આપઘાત જ કરી લે ! > સવાસો કરોડ ચીનાઓમાંથી > કોઈએ ક્યારેય ના ખાધી > હોય તેવી એક ચાઈનીઝ > વાનગી અહીંયા મળે છે. એ > છે ‘ચાઈનીઝ ભેળ‘. આપણે > ઈટાલીના પિઝાના પણ આવા > જ હાલ કરી નાખ્યા છે. > મજાની વાત એ છે કે આપણે > ત્યાં ઈટાલિયન પિઝાની > સાથે જૈન પિઝા (!) અને > ફરાળી પિઝા (!!!) મળે છે ! > અને તમને કહી દઉં બોસ, > હવે મેક્સિકન અને થાઈ > ફૂડનો વારો છે ! થોડા જ > વખતમાં આપણે ત્યાં > મેક્સિકન મેંદુવડા અને > થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. > (ટૂંકમાં આપણે વિશ્વની > કોઈ પણ વાનગીનું > ગુજરાતીકરણ કરવા માટે > સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી > વધારે તેલથી લથબથ > વાનગીઓ આરોગવાના શોખીન > ગુજરાતીઓ ખાવાની સાથે > ‘પીવા‘ના પણ શોખીન છે. > આ ‘પીવા‘નું એટલે શું > તે કોઈને સમજાવવાની > જરૂર નથી. દારૂબંધી > હોવા છતાં પણ અહીંયા > ખૂબ ‘પીવાય‘ છે. > દૂધવાળા અને શાકવાળાની > જેમ દરેક પીનારાનો > પોતાનો અંગત સપ્લાયર > હોય છે; જે હોમડિલિવરી > કરી જાય છે. પીવું એ > ગુજરાતીઓ માટે મોટું > થ્રીલ છે, જેની સાથે > આપણે વીરતાનો > ભાવ જોડી દીધો છે. > ધોનીને આઠ લિટર દૂધ > પીધા પછી જેટલો ગર્વ ન > થાય તેટલો આપણને બે પેગ > પીધા પછી થતો હોય છે. > ગુજરાતીઓ અને તેમના > પીવાના શોખ પર લખવા > બેસીએ તો એક અલગ લેખ > લખવો પડે એટલે આ > મુદ્દાને અહીંયા જ > બોટમ્સ અપ કરી દઈએ. > ગુજરાતીઓનો જીવનમંત્ર > છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા > તો બપોરે ખાધા પછી ચાર > કલાક માટે કામ-ધંધા બંધ > કરીને આડા પડખે થઈ જતા > હોય છે. ગુજરાતીઓની > રાતની સૂવાની એક ખાસિયત > તો અદ્દભુત છે. આપણે > ધાબે-અગાશીમાં સૂવાના > શોખીન છીએ. ઉનાળો શરૂ > થતાં વેંત રાત્રે સાડા > આઠ-નવ વાગ્યે > ગાદલાંના પિલ્લાઓ લઈ > ધાબે ધસી જતા > ગુજરાતીઓને નિહાળવા એક > લહાવો છે. એવું ના માનશો > કે આપણે ઉનાળામાં નવ > વાગ્યામાં સૂઈ જઈએ છીએ, > આ તો આપણે બે કલાક માટે > પથારી ઠંડી કરવા મૂકીએ > છીએ. ધાબે ઠંડી > પથારીઓમાં સૂવાનું > કલ્ચર માત્ર આપણા > ગુજરાતમાં જ છે એવું > અમારું દઢ પણે માનવું > છે. (મકાનમાં ઘરફોડ ચોરી > થઈ જાય એનો વાંધો નહીં, > પણ લાખ રૂપિયાની ઊંઘ ના > બગડવી જોઈએ, હોં ભઈ !) > આટલું ખઈ-પીને સૂઈ જઈએ > એટલે શરીર વધી જ જાય ને ! > ફાંદાળા પુરુષો અને > બરણી આકારની બહેનો > ગુજરાતની ધરતીને > ધમરોળતી જોવા મળે છે > તેનું > કારણ આપણા આ શોખ જ છે. > એટલે જ આપણે > લેંઘા-ઝભ્ભા અને સાડીઓ > જેવા ‘ફ્લેક્સિબલ‘ > ડ્રેસ અપનાવ્યા છે જેથી > શરીર વધે તો પણ કપડાં > ટાઈટ પડવાની ચિંતા > નહીં. વધેલા શરીરે ટીવી > સામે > બેસી રમતગમત જોવાનો પણ > આપણે ખૂબ શોખ છે. (આ > વાક્યમાં રમતગમત એટલે > ક્રિકેટ .ક્રિકેટ . અને > માત્ર ક્રિકેટ ) 18 > વર્ષની ઉંમર પછી > ગુજરાતીઓ શારીરિક શ્રમ > પડે તેવી કોઈ રમતો રમતા > જ નથી. તેમ છતાંય દરેક > બાપ એના દીકરાને અચૂક > કહેતો જોવા મળે કે > ‘અમે, અમારા જમાનામાં > બહુ રમતા‘તા હોં ભઈ !‘ > વધેલા શરીરવાળા > ગુજરાતીઓ માટે કસરત > એટલે જમ્યા પછી પાનના > ગલ્લા સુધી ચાલતાં જવું > તે. મોઢામાં પાન કે > મસાલો દબાવી કલાકો સુધી > વિષયવિહીન ચર્ચાઓ > કરવામાં ગુજરાતીઓની > માસ્ટરી છે. પાનના > ગલ્લા અને ચાની કીટલીઓ > એ ગુજરાતીઓ માટે > વૈચારિક આદાન-પ્રદાન > માટેના આદર્શ સ્થાનકો > છે. સાચો સમાજવાદ આ બે > જગ્યાઓએ જ જોવા મળે છે. > અહીંયા ગાડી, > સ્કૂટરવાળા સાથે જ મજૂર > પણ ઊભો રહી ચા પીતો હોય > છે. (આ વાત > પર બે કટિંગ ચા થઈ જાય, > હોં ભઈ !) દરેક ગુજરાતી > મા-બાપને તેમના > સંતાનોને ડોક્ટર, > એન્જિનિયર કે સી.એ. > બનાવવામાં જ રસ હોય છે. > સંતાનોની કરિયર મા-બાપ > જ નક્કી કરે છે. કોઈ > ગુજરાતી > મા-બાપને એવું કહેતા > સાંભળ્યા નથી કે ‘મારે > મારા દીકરાને કલાકાર > બનાવવો છે, મારે મારી > દીકરીને ચિત્રકાર > બનાવવી છે, મારો દીકરો > ફોજમાં જશે, મારી > દીકરીને એથ્લિટ બનાવવી > છે, મારા દીકરાને > ફેલ્પ્સ જેવો તરવૈયો > બનાવવો છે.‘ (નાટક-ચેટક, > કવિતા, સાહિત્ય-લેખનના > રવાડે ચઢેલા છોકરાંવને > તો આઉટલાઈનના કહેવાય > છે, હોં ભઈ !) રૂપિયા > કમાવા સિવાય બીજો કોઈ > પણ શોખ ન ધરાવતા > ગુજરાતીઓનો એક શોખ ખૂબ > જાણીતો છે રજાઓમાં ફરવા > જવાનો અને તે પણ સાથે > ખૂબ બધા નાસ્તા લઈને. > જ્યારે અને જ્યાં પણ > ફરવા જઈએ ત્યારે > ડબ્બાઓના ડબ્બા ભરીને > સેવમમરા, ઢેબરાં, > ગાંઠિયાં, પૂરીઓ, > અથાણાં સાથે લઈને > નીકળીએ છીએ. ઘર બદલ્યું > હોય એટલો બધો સામાન લઈ > ટ્રેનમાં ખડકાઈએ છીએ > અને ટ્રેન ઉપડે કે પંદર > જ મિનિટમાં રાડારાડી > કરતાં નાસ્તાઓ ઝાપટવા > મંડીએ છીએ અને ઢોળવા > મંડીએ છીએ. ગુજરાતીઓના > ફરવાના શોખના કારણે > પરદેશની ટૂરમાં > ગુજરાતી થાળી મળતી થઈ > ગઈ છે. જો ગુજરાતીઓ > ફરવાનું બંધ કરી > દે તો બધી જ ટ્રાવેલ્સ > એજન્સીઓ અને પેકેજ ટૂર, > કપલ ટૂરવાળાઓનું > ઉઠમણું થઈ જાય. (આપણે > ફરવાની સાથે ફરવાની > સલાહ આપવાના પણ શોખીન > છીએ. નવસારી સુધી પણ > નહીં ગયેલો માણસ > નૈનિતાલ કેવી રીતે જવું > તેની સલાહ આપી શકે, હોં > ભઈ !) ગુજરાતીઓના > લેટેસ્ટ બે શોખ. એક-ટુ > વ્હીલર અને > બીજો-મોબાઈલ. જગતમાં > સૌથી વધારે ટુ વ્હીલર > ગુજરાતમાં ફરે છે. > આપણું ચાલે એક > રૂમમાંથી બીજા રૂમમાં > જવા માટે પણ ટુ-વ્હીલર > વાપરીએ. પહેલાના > જમાનામાં એવું > કહેવાતું તું કે > ‘દેવું કરીને પણ ઘી > પીવું.‘ હવે એવું > કહેવાય છે કે ‘દેવું > કરીને પણ બાઈક લેવું.‘ > ગુજરાતીઓના ‘દિલની > સૌથી નજીક‘ જો કોઈ હોય > તો તે છે મોબાઈલ (કેમકે > આપણે મોબાઈલને હંમેશાં > શર્ટના ઉપલાં > ખિસ્સામાં જ રાખીએ છીએ.) > જાત-જાતના મોબાઈલ, > ભાતભાતની રિંગટોનનો > આપણનેજબરજસ્ત ક્રેઝ છે. > મોબાઈલની સૌથી વધુ > સ્કિમ આપણા ગુજરાતમાં જ > છે અને તેનો સૌથી વધુ > લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે > છે. જો સ્કિમમાં > ‘ફ્રી‘ લખ્યું તો તો > ‘ખ લ્લા સ‘. રાત્રે > દસથી સવારે છ, > ‘મોબાઈલથી મોબાઈલ > ફ્રી‘ એવી સ્કિમ જાહેર > થાય એટલે ગુજરાતીઓ મચી > જ પડે. બાજુ-બાજુમાં > બેઠા હોય તો પણ > મોબાઈલથી મોબાઈલ વાતો > કરે ! (હે લો , અને > જ્યારે બિલ આવે > ત્યારે કંપનીવાળા જોડે > સૌથી વધુ બબાલ પણ આપણે જ > કરીએ ཊીએ, હોં ભઈ !) > ગુજરાતીઓની સ્વભાવગત > ખાસિયત પણ અનોખી છે. > આપણે એવર ઓપ્ટિમિસ્ટ > એટલે કે સદાય આશાવાદી > માણસો છીએ. શેરબજાર > ક ડ ડ ડ ભૂ સ કરતું > તૂટે તો પણ આપણે આશા > રાખીએ છીએ કે ‘કશો > વાંધો નહીં, કાલે બજાર > ઉપર આવી જ જશે.‘ આ સાથે > આપણે ગુજરાતીઓ એટલા જ > ખમીરવંતા પણ છીએ. ભૂકંપ > આવે, પૂર આવે કે બોમ્બ > બ્લાસ્ટ થાય, આપણે > ત્યાં બીજા દિવસથી તો > બધું રાબેતા મુજબ . > ગુજરાતીઓની એક સૌથી > મોટી ખાસિયત, ખૂબી, > વિશેષતા, વિલક્ષણતા એ > છે કે > આપણે ગુજરાતીઓ ક્યારેય > પણ કોઈનાથી ઈમ્પ્રેસ > થતા નથી. સાદા શબ્દોમાં > કહીએ તો આપણે ક્યારેય > કોઈથી ઘીસ ખાતા નથી. ગમે > તેવો મોટો ચમરબંધી હોય > પણ આપણે તેનાથી અંજાઈ > જતા થી. ‘એ લાટસા‘બ > હોય તો એના ઘેર, મારે શું > ?’ આવી તાસીર જ આપણને > ‘જીદ કરી દુનિયા > બદલવાની‘ શક્તિ આપે છે > અને તેના લીધે જ > ગુજરાતની ધરતી પર > ગાંધીજી, સરદાર અને > ધીરુભાઈ જેવી > હસ્તીઓ પાકી છે. (શું > કહો છો ? બરાબરને ભઈ ?)
|
|
|
Posted in Friends.
By Kalpesh Shah
– March 19, 2009
e to ekdam barobar kidhu ho tame bhai……………… Aapne gujarati…